Saturday, April 26, 2025
Advertise here
HomeNewsGujarat૭૫માં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સહિતના યોજાનાર કાર્યક્રમોનું ફાઈનલ કરાયું રિહર્સલ

૭૫માં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સહિતના યોજાનાર કાર્યક્રમોનું ફાઈનલ કરાયું રિહર્સલ

૭૫માં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સહિતના યોજાનાર કાર્યક્રમોનું ફાઈનલ કરાયું રિહર્સલ

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયાએ અંતિમ રિહર્સલનું નિરીક્ષણ કર્યું

પ્રજાસત્તાક દિને પરેડમાં કદમતાલ મિલાવવા માટે પોલીસ જવાનોમાં ઉત્સાહ

કલ્ચરલ મેગા ઈવેન્ટમાં પ્રોફેશનલ કલાકારો સાથે વિદ્યાર્થીઓમાં અનેરો થનગનાટ

દૂરબીન મીડિયા – જૂનાગઢ તા.૨૪
૭૫માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીનું પી.ટી.સી. ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, પોલીસ મહાનિરીક્ષણ શ્રી નિલેશ જાજડિયા, કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સહિતના અધિકારીઓએ આ અંતિમ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું.

આ રિહર્સલમા પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. સાથે જ રોમાંચ પેદા કરનાર અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો અને ૪ પ્રોફેશનલ ગ્રુપ સાથેનો ૧૩ કલા જૂથો સાથોની કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી હતી અને ૨૬મી જાન્યુઆરીએ થનાર પરેડમાં કદમતાલ મિલાવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે કલ્ચરલ મેગા ઈવેન્ટમાં પ્રોફેશનલ કલાકારો સાથે વિદ્યાર્થીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

૨૬મી જાન્યુઆરીએ ધ્વજ વંદનનો સમગ્ર કાર્યક્રમ ગરીમામય અને સુચારુ રીતે યોજાય માટે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. સાથે જ મંચ પરની બેઠક વ્યવસ્થા, આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી સહિતની પ્રોટોકોલ અનુસારની વ્યવસ્થા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કલેકટરશ્રીએ નકશાના માધ્યમથી પણ સમગ્ર વ્યવસ્થાઓ જાણી – સમજી હતી. આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી એન. એફ. ચૌધરી, નોડલ અધિકારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરમાર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*****************
પ્રજાહિત કાજે હંમેશા ભ્રષ્ટાચાર, અન્યાય અને શોષણ સામે લડીને સાચા, સચોટ અને સ્પષ્ટ સમાચાર પહોંચાડનાર એક માત્ર મીડિયા…

દૂરબીન મીડિયા ટૂંક સમયમાં આવી રહ્યું છે…

જૂનાગઢનું મીડિયા… સોરઠના લોકોનું મીડિયા… આપણા સૌનું, પોતાનું મીડિયા…

દૂરબીન મીડિયા

આપ પણ બની શકો છો પત્રકાર ! જી, હા, જૂનાગઢ મહાનગર ના તમામ વોર્ડ તેમજ તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં રીપોર્ટર નિમવાના છે, તો, રસ ધરાવતા ઉત્સાહી ભાઈઓ/બહેનો એ વ્હોટ્સએપ નં. +91 73598 45001 ઉપર પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે તાત્કાલિક અરજી મોકલશો

Contact: +91 73598 45001
Email: [email protected]

Follow Now…
Web: https://www.doorbeenmedia.com/
Facebook: https://www.facebook.com/doorbeenm
Youtube: https://www.youtube.com/@doorbeenm
Instagram: https://www.instagram.com/doorbeen_media
X: https://twitter.com/ONews24x7
Threads: https://www.threads.net/@doorbeen_media
WhatsApp: https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*આ લિંક્સને બીજા લોકો સુધી પહોંચાડવા માટે વધુમાં વધુ શેર કરો… લાઈક કરો અને કૉમેન્ટ કરો…*

#26january2024 #26januaryJunagadh #doorbeenmedia #doorbeennews #Doorbeen #junagadh #girnar #junagadhnews #bhavnath #GujatatPolice #police #JunagadhPolice #indrabharti #junagadhnews #Junagadhcity #indrabhartibapu #rammandir #rammandirayodhya #RamMandirPranPratishtha #shriramtemple #hitrakshaksamiti #jmc #jumc

RELATED ARTICLES
- Advertisment -
Advertise here

Most Popular

Recent Comments