૭૫મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં રુવાંડા બેઠા કરી દે તેવા અશ્વ શો નિહાળી પ્રજાજનો મંત્રમુગ્ધ
‘ગરૂડ’, ‘પાયલ’, ‘પારસ’, ‘બ્લેક ક્વીન’ના અનોખા કરતબ
દૂરબીન મીડિયા – જૂનાગઢ, તા.૨૬ જાન્યુઆરી
પ્રજાસત્તાક દિને રુવાંડાં ઉભા કરી દે તેવા અશ્વ શો નિહાળી પ્રજાજનો મંત્રમુગ્ધ બન્યા હતાં. અશ્વ શોનું નેતૃત્વ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એસ.બારોટે અશ્વ પર સવાર થઈ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મંચસ્થ મહાનુભાવોને સ્ટેન્ડિંગ સેલ્યુટ આપી હતી. તેઓ જે-જે દર્શકદિર્ઘા પાસેથી પસાર થયા ત્યારે તેમની અશ્વસવારીની અસામાન્ય આવડત અને લોકોનું અભિવાદન ઝીલવાની કળાએ લોકોને ચીચીયારીઓ પાડવા મજબૂર કર્યા હતાં.
ટ્રીપલ ટેન્ટ પેગિંગમાં પુરપાટ ઝડપે દોડતા ઘોડા ઉપરથી ભાલા, તલવાર અને સળિયા વડે એક પછી એક જમીન ઉપર રોપેલ પેગને સફળતાપૂર્વક ઉપાડતા દ્રશ્યો નિહાળી દર્શકો રોમાંચિત બન્યા હતા. ઈન્ડિયન ફાઈલ નામના કરતબમાં એક સાથે ૩ ઘોડાઓ પૂરપાટ ઝડપે દોડતા ઘોડા ઉપર જમીનમાં રોપેલી પેગને ઉપાડી હતી. ઘોડેસવારોએ જમ્પિંગ કોર્સમાં વારાફરતી મુકેલ અડચણોને પણ ચપળતાપૂર્વક કુદાવી હતી. આમ, સૌ કોઈ આ અશ્વ શો નિહાળી અભિભૂત થયા હતા.
આ અશ્વ શોમાં ભાગ લઈ રહેલા અશ્વના નામ પણ એટલા જ રસપ્રદ છે. જેમ કે, પાયલ, પારસ, બ્લેક ક્વીન, ગરુડ, કનૈયો, રોજી, સેન્ડ્રા હેલન, સમ્રાટ, રિદ્ધિ, પીન્કી, સમ્રાટ, વિલોજ વગેરે…
ટેન્ટ પેગીંગનો રસપ્રદ ઇતિહાસ
રાજા મહારાજા અને અંગ્રેજોના સમયમાં એકબીજા રાજ્યો દુશ્મનના જે ટેન્ટો લાકડાની પેંગો જમીનમાં રોપીને ટેંટોમાં રોકાણ કરતા હતા. આ સમયમાં આવા ટેન્ટો અને દુશ્મનોની છાવણી ઉપર ઘોડાઓ ઉપર સવાર થઈ અશ્વો દ્વારા હુમલો કરી પેંગોને ભાલાથી ઉખાડવવામાં આવતી અને દુશ્મનોના ટેન્ટો ઉપર હુમલો કરવામાં આવતો. આમ, આ સમય પછીથી હાલમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓમાં આ ટેન્ટ પેપીંગ ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈવેન્ટમાં પાણીદાર અને ચુનીંદા અશ્વો અને અશ્વ સવારો ભાગ લે છે.
*****************
પ્રજાહિત કાજે હંમેશા ભ્રષ્ટાચાર, અન્યાય અને શોષણ સામે લડીને સાચા, સચોટ અને સ્પષ્ટ સમાચાર પહોંચાડનાર એક માત્ર મીડિયા…
જૂનાગઢનું મીડિયા…
સોરઠના લોકોનું મીડિયા…
આપણા સૌનું, પોતાનું મીડિયા…
એટલે…
દૂરબીન મીડિયા
ટૂંક સમયમાં આવી રહ્યું છે…
અને સાથે મળી રહ્યો છે પત્રકાર બનવાનો મોકો !
જી, હા, જૂનાગઢ મહાનગર ના તમામ વોર્ડ તેમજ તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં રીપોર્ટર નિમવાના છે,
તો, રસ ધરાવતા ઉત્સાહી ભાઈઓ/બહેનો એ વ્હોટ્સએપ નં. +91 73598 45001 ઉપર પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે તાત્કાલિક અરજી મોકલશો
Contact: +91 73598 45001
Email: [email protected]
Follow Now…
Web: https://www.doorbeenmedia.com/
Facebook: https://www.facebook.com/doorbeenm
Youtube: https://www.youtube.com/@doorbeenm
Instagram: https://www.instagram.com/doorbeen_media
X: https://twitter.com/ONews24x7
Threads: https://www.threads.net/@doorbeen_media
WhatsApp: https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b
*આ લિંક્સને બીજા લોકો સુધી પહોંચાડવા માટે વધુમાં વધુ શેર કરો… લાઈક કરો અને કૉમેન્ટ કરો…*
#26january2024 #26januaryJunagadh #doorbeenmedia #doorbeennews #Doorbeen #junagadh #girnar #junagadhnews #bhavnath #GujatatPolice #police #JunagadhPolice #indrabharti #junagadhnews #Junagadhcity #indrabhartibapu #rammandir #rammandirayodhya #RamMandirPranPratishtha #shriramtemple #hitrakshaksamiti #jmc #jumc