સોરઠી સિંહ જેવું શૌર્ય, ચિત્તા જેવી ચપળતા…
”ભારત માતા કી જય’, ‘ચક દે ઈન્ડિયા’ ના પ્રચંડ નાદ સાથે ખમીરવંતી ખાખીના અવનવા કરતબ માણતા જૂનાગઢના પ્રજાજનો
પોલીસ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, મલખમ, અશ્વ શો, ડૉગ શો સહિત ભવ્ય કાર્યક્રમોની થઈ પ્રસ્તુતી
મશાલ દ્વારા ‘જય શ્રી રામ’, ‘ગીરનાર’, ‘ગુજરાત પોલીસ’, ‘ફિટ ઈન્ડિયા’ જેવા શાબ્દિક ફોર્મેશન નિહાળી મંત્રમુગ્ધ થયા પ્રજાજનો
Watch video… https://www.youtube.com/watch?v=7cPcWD1cnzA
દૂરબીન મીડિયા – જૂનાગઢ તા. 24 જાન્યુઆરી 2024
જૂનાગઢમાં ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ૨૪મી જાન્યુઆરીના રોજ જૂનાગઢની વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા ‘મશાલ પીટી’ કાર્યક્રમમાં બાઈક સ્ટંટ, મલખમ સહિત અવનવા કરતબ રજૂ કરવામાં આવ્યા હતાં. તેમજ ગુજરાત પોલીસના ૨૫૬ જવાનો સાથે ૫૧૨ મશાલ સાથે મશાલ પીટી કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં બંને હાથમાં મશાલ પકડીને ‘જય શ્રી રામ’, ‘ફિટ ઈન્ડિયા’, ‘ગીરનાર’ ‘ગુજરાત પોલીસ’, ‘વેલકમ ‘ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવ્યા હતાં.
આ તકે, પોલીસ બેન્ડ દ્વારા બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડની શૌર્યભરી ધૂનની પણ પ્રસ્તુતી કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ તેમજ સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જૂડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢના કલાપ્રેમી પ્રજાજનોએ અશ્વ શો, ડૉગ શો સહિત અવનવા ભવ્ય કાર્યક્રમોની પ્રસ્તુતી માણી હતી.
જૂનાગઢના પ્રજાજનોએ સોરઠી સિંહ જેવું શૌર્ય અને ચિત્તા જેવી ચપળતા ધરાવતા પોલીસ જવાનોના અદમ્ય સાહસ અને વીરતાભર્યા શૌર્યને ”ભારત માતા કી જય’ અને ‘ચક દે ઈન્ડિયા’ના પ્રચંડ નાદ સાથે વધાવ્યું હતું. આમ ખમીરવંતી ખાખીના અવનવા કરતબ નિહાળી જૂનાગઢના પ્રજાજનો મંત્રમુગ્ધ થયાં હતાં.
આ તકે મેયરશ્રી ગીતાબહેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશ પરસાણા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરિટ પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
૭૫માં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સહિતના યોજાનાર કાર્યક્રમોનું ફાઈનલ કરાયું રિહર્સલ
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયાએ અંતિમ રિહર્સલનું નિરીક્ષણ કર્યું.
************
*****************
પ્રજાહિત કાજે હંમેશા ભ્રષ્ટાચાર, અન્યાય અને શોષણ સામે લડીને સાચા, સચોટ અને સ્પષ્ટ સમાચાર પહોંચાડનાર એક માત્ર મીડિયા…
દૂરબીન મીડિયા ટૂંક સમયમાં આવી રહ્યું છે…
જૂનાગઢનું મીડિયા… સોરઠના લોકોનું મીડિયા… આપણા સૌનું, પોતાનું મીડિયા…
દૂરબીન મીડિયા
આપ પણ બની શકો છો પત્રકાર ! જી, હા, જૂનાગઢ મહાનગર ના તમામ વોર્ડ તેમજ તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં રીપોર્ટર નિમવાના છે, તો, રસ ધરાવતા ઉત્સાહી ભાઈઓ/બહેનો એ વ્હોટ્સએપ નં. +91 73598 45001 ઉપર પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે તાત્કાલિક અરજી મોકલશો
Contact: +91 73598 45001
Email: [email protected]
Follow Now…
Web: https://www.doorbeenmedia.com/
Facebook: https://www.facebook.com/doorbeenm
Youtube: https://www.youtube.com/@doorbeenm
Instagram: https://www.instagram.com/doorbeen_media
X: https://twitter.com/ONews24x7
Threads: https://www.threads.net/@doorbeen_media
WhatsApp: https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b
*આ લિંક્સને બીજા લોકો સુધી પહોંચાડવા માટે વધુમાં વધુ શેર કરો… લાઈક કરો અને કૉમેન્ટ કરો…*
#26january2024 #26januaryJunagadh #doorbeenmedia #doorbeennews #Doorbeen #junagadh #girnar #junagadhnews #bhavnath #GujatatPolice #police #JunagadhPolice #indrabharti #junagadhnews #Junagadhcity #indrabhartibapu #rammandir #rammandirayodhya #RamMandirPranPratishtha #shriramtemple #hitrakshaksamiti #jmc #jumc