Saturday, April 26, 2025
Advertise here
HomeNewsGujaratચિત્રકલા, પર્યાવરણ, રમતજગત, સાંસ્કૃતિક સહિતના ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીશ્રીના હસ્તે અપાયા...

ચિત્રકલા, પર્યાવરણ, રમતજગત, સાંસ્કૃતિક સહિતના ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીશ્રીના હસ્તે અપાયા પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન

વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર જૂનાગઢ જિલ્લાના પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું કરાયું સન્માન

સોરઠ ધરા સોહામણી’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૩ લોકોનું બહુમાન

ચિત્રકલા, પર્યાવરણ, રમતજગત, સાંસ્કૃતિક સહિતના ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીશ્રીના હસ્તે અપાયા પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન

દૂરબીન મીડિયા – જૂનાગઢ, તા.૨૫ જાન્યુઆરી

ગરવા ગઢ ગીરનારની ગોદમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ‘સોરઠ ધરા સોહામણી’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર જૂનાગઢ જિલ્લાના ૧૩ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું.

આ સન્માન મેળવનાર પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં, ચિત્રકલા ક્ષેત્રમાં બેજોડ યોગદાન આપનાર શ્રી રજનીકાંત ડી. અગ્રાવત, ઈમરજન્સી સેવા ક્ષેત્રમાં અતિવૃષ્ટિમાં ૨૩૦ વ્યક્તિઓના જીવ બચાવનાર જૂનાગઢ ફાયર ટીમ, રમતક્ષેત્રમાં અંડર-૧૯ યોગાસનમાં ગોલ્ડમેડલ મેળવનાર વાજા શાહનવાઝ દાઉદભાઈ, રમતક્ષેત્રમાં જ સીનિયર સીટિઝન નેશનલ માસ્ટર એથ્લેટિક ઝડપી દોડમાં છ વખત પ્રથમ આવેલા ભાનુમતિબહેન. કે. પટેલ, પર્યાવરણ ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ વસુંધરા નેચર ક્લબના પ્રમુખ શ્રી પ્રણવ વઘાસિયા, સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન આપનાર વિપુલભાઈ શાંતિલાલ ત્રિવેદી તેમજ રમેશભાઈ.એલ.જોશી અને મિલિંદ ગઢવી ઉપરાંત મૂક અભિનય અને એકપાત્રીય અભિનયમાં ઉત્કૃષ્ટ કલા પાથરનાર ભગવાનભાઈ દેવધરિયા, જાહેર સલામતી ક્ષેત્રમાં પ્રદાન આપનાર નેત્રમ શાખાના શ્રી પ્રતીક મશરૂ તેમજ ડ્રગ્સના દૂષણને ડામવા ઉત્તમ કામગીરી કરનાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા, ઈતિહાસવિદ્ ડૉ. વિશાલ આર.જોશી તેમજ વન તથા વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અશોકકુમાર કરસનભાઈ અમીનનો સમાવેશ થાય છે.

*****************

*****************
પ્રજાહિત કાજે હંમેશા ભ્રષ્ટાચાર, અન્યાય અને શોષણ સામે લડીને સાચા, સચોટ અને સ્પષ્ટ સમાચાર પહોંચાડનાર એક માત્ર મીડિયા…

દૂરબીન મીડિયા ટૂંક સમયમાં આવી રહ્યું છે…

જૂનાગઢનું મીડિયા… સોરઠના લોકોનું મીડિયા… આપણા સૌનું, પોતાનું મીડિયા…

દૂરબીન મીડિયા

આપ પણ બની શકો છો પત્રકાર ! જી, હા, જૂનાગઢ મહાનગર ના તમામ વોર્ડ તેમજ તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં રીપોર્ટર નિમવાના છે, તો, રસ ધરાવતા ઉત્સાહી ભાઈઓ/બહેનો એ વ્હોટ્સએપ નં. +91 73598 45001 ઉપર પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે તાત્કાલિક અરજી મોકલશો

Contact: +91 73598 45001
Email: [email protected]

Follow Now…
Web: https://www.doorbeenmedia.com/
Facebook: https://www.facebook.com/doorbeenm
Youtube: https://www.youtube.com/@doorbeenm
Instagram: https://www.instagram.com/doorbeen_media
X: https://twitter.com/ONews24x7
Threads: https://www.threads.net/@doorbeen_media
WhatsApp: https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*આ લિંક્સને બીજા લોકો સુધી પહોંચાડવા માટે વધુમાં વધુ શેર કરો… લાઈક કરો અને કૉમેન્ટ કરો…*

#26january2024 #26januaryJunagadh #doorbeenmedia #doorbeennews #Doorbeen #junagadh #girnar #junagadhnews #bhavnath #GujatatPolice #police #JunagadhPolice #indrabharti #junagadhnews #Junagadhcity #indrabhartibapu #rammandir #rammandirayodhya #RamMandirPranPratishtha #shriramtemple #hitrakshaksamiti #jmc #jumc

RELATED ARTICLES
- Advertisment -
Advertise here

Most Popular

Recent Comments