સોરઠ ધરા સોહામણી’ નૃત્ય નાટિકામાં જૂનાગઢનો ઈતિહાસ જીવંત થયો, નગરજનો થયા મંત્રમુગ્ધ
રા’ નવઘણ, નરસિંહ મહેતા, આરઝી હકૂમતથી લઈને રામમંદિર સુધીના પ્રસંગોએ જમાવ્યું આકર્ષણ
રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ રંગારંગ કાર્યક્રમ નિહાળ્યો 
દૂરબીન મીડિયા – જૂનાગઢ તા, 24 જાન્યુઆરી 2024
એકતરફ આકાશમાં ગરવા ગિરનારના સાનિધ્યમાં પોષી પૂનમનો ચંદ્ર સોળે કળાએ પ્રકાશિત થઈ રહ્યો હતો, તેવા વખતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાંગણમાં ‘સોરઠ ધરા સોહામણી’ નૃત્ય નાટિકામાં જૂનાગઢનો ઈતિહાસ જાણે સજીવન થઈ ઉઠ્યો હતો. દેવાયત બોદર, રા નવઘણ, નરસિંહ મહેતા, જૂનાગઢની આઝાદી માટે આરઝી હકૂમતની લડાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની સભાથી લઈને અયોધ્યામાં રામમંદિરના પુનઃ પ્રતિષ્ઠાન સુધીના પ્રસંગો નિહાળીને લોકો મંત્રમુગ્ધ થઈ ઊઠ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિએ આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
અવસર હતો જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો… ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ, કૃષિ યુનિવર્સિટીના ક્રિક્રેટ ગ્રાઉન્ડમાં રંગારંગ કાર્યક્રમ ‘સોરઠ ધરા સોહામણી’નું મંચન થયું હતું. રાજ્યભરના વિવિધ ૨૫૦ જેટલા કલાકારોએ કરેલી પ્રભાવશાળી પ્રસ્તુતિથી લોકો આફરીન પોકારી ઊઠ્યા હતા. રા નવઘણ માટે દેવાયત બોદરના પુત્રના બલિદાનના પ્રસંગોએ રૂવાડા ખડા કરી દીધા હતા તો નરસિંહ મહેતાની ભજન સૂરાવલિઓએ લોકોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાના નવાબના નિર્ણય સામે જૂનાગઢવાસીઓની સજાગતા અને સરદાર વલ્લભભાઈ પટેલની કૂનેહથી આરઝી હકૂમતે લડાઈ લડીને જે ફતેહ મેળવી અને જૂનાગઢ એક અને અખંડ ભારતનો હિસ્સો બન્યું – આ પ્રસંગે લોકોમાં જોશ ભરી દીધો હતો.
દરમિયાન ગુજરાતના ભાતીગળ લોકનૃત્યો જેવા કે ટીપ્પણીરાસ, તલવાર રાસ, ગરબા વગેરે પણ રજૂ થયા હતા. એ પછી જૂનાગઢ અને ગુજરાતની વિકાસગાથા સાથે રામમંદિર પુનઃ પ્રતિષ્ઠાનના પ્રસંગો સાથે ભગવાનશ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી તથા હનુમાનજી સાથે મંચ પર પ્રગટ થયા ત્યારે લોકો આનંદિત થઈ ઊઠ્યા હતા. કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, કૃષિ મંત્રીશ્રી તથા મુખ્ય સચિવશ્રીએ મંચ પર જઈને કલાકારોને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢના પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ , મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, રાજ્યપાલ શ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, પ્રભારી સચિવ શ્રી બંછાનિધિ પાની, માર્ગ મકાન વિભાગના સચિવ એ.કે. પટેલ, પ્રવાસન નિગમના એમ.ડી.આલોક પાંડે, અધિક સચિવ પ્રોટોકોલ જવલંત ત્રિવેદી, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, આઈજી શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા, ડિસ્ટ્રીક જજ શ્રી દવે, શહેર પ્રમુખ પુનિત શર્મા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****************
*****************
પ્રજાહિત કાજે હંમેશા ભ્રષ્ટાચાર, અન્યાય અને શોષણ સામે લડીને સાચા, સચોટ અને સ્પષ્ટ સમાચાર પહોંચાડનાર એક માત્ર મીડિયા…
દૂરબીન મીડિયા ટૂંક સમયમાં આવી રહ્યું છે…
જૂનાગઢનું મીડિયા… સોરઠના લોકોનું મીડિયા… આપણા સૌનું, પોતાનું મીડિયા…
દૂરબીન મીડિયા
આપ પણ બની શકો છો પત્રકાર ! જી, હા, જૂનાગઢ મહાનગર ના તમામ વોર્ડ તેમજ તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં રીપોર્ટર નિમવાના છે, તો, રસ ધરાવતા ઉત્સાહી ભાઈઓ/બહેનો એ વ્હોટ્સએપ નં. +91 73598 45001 ઉપર પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે તાત્કાલિક અરજી મોકલશો
Contact: +91 73598 45001
Email: [email protected]
Follow Now…
Web: https://www.doorbeenmedia.com/
Facebook: https://www.facebook.com/doorbeenm
Youtube: https://www.youtube.com/@doorbeenm
Instagram: https://www.instagram.com/doorbeen_media
X: https://twitter.com/ONews24x7
Threads: https://www.threads.net/@doorbeen_media
WhatsApp: https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b
*આ લિંક્સને બીજા લોકો સુધી પહોંચાડવા માટે વધુમાં વધુ શેર કરો… લાઈક કરો અને કૉમેન્ટ કરો…*
#26january2024 #26januaryJunagadh #doorbeenmedia #doorbeennews #Doorbeen #junagadh #girnar #junagadhnews #bhavnath #GujatatPolice #police #JunagadhPolice #indrabharti #junagadhnews #Junagadhcity #indrabhartibapu #rammandir #rammandirayodhya #RamMandirPranPratishtha #shriramtemple #hitrakshaksamiti #jmc #jumc