Saturday, April 26, 2025
Advertise here
HomeNewsGujarat૭૫મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત પોલીસના જાંબાઝ બાઇક સવારોના દિલધડક અને હેરત...

૭૫મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત પોલીસના જાંબાઝ બાઇક સવારોના દિલધડક અને હેરત અંગેજ સ્ટંટ

૭૫મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત પોલીસના જાંબાઝ બાઇક સવારોના દિલધડક અને હેરત અંગેજ સ્ટંટ

મહિલા શક્તિની વાત ન્યારી… રામજી કી નીકળી સવારી…

દૂરબીન મીડિયા – જૂનાગઢ, તા.૨૬ જાન્યુઆરી
પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે મહિલાઓએ તેમના શૌર્ય શક્તિનું નિદર્શન બાઈક સવારીના સ્ટંટ દ્વારા રજૂ કર્યું હતું. આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમમાં જિલ્લા પોલીસ દ્વારા આયોજિત બાઈક સ્ટંટના કાર્યક્રમમાં બાઇક પર હનુમાનજીના વેશમાં મહિલા બાઇક સવાર અને તેમની પાછળ સવાર તરીકે ભગવાન શ્રી રામના વેશમાં મહિલા પોલીસ દ્વારા જે બાઈક સ્ટંટ રજૂ કરવામાં આવ્યા હતાં, તેને લોકોએ તાળીઓના નાદથી વધાવી લીધા હતા.

મહિલા પોલીસ સવારે છૂટા હાથે બાઈકની સવારી, હાથમાં પિસ્તોલ સાથે બાઈક સવારી, રાણી લક્ષ્મીબાઈના વેશમાં તલવારબાજીના સ્ટંટ સાથે બાઈક પર ખુલ્લા હાથે સવારી, એક જ બુલેટ પર એક સાથે અનેક મહિલાઓની સવારી સાથેના દિલધડક સ્ટંટ લોકોમાં જોમ ભરવા સાથે એક ઘડી માટે શ્વાસ રોકાઈ જાય તે પ્રકારનો રોમાંચ ભરી લીધો હતો.

આ સિવાય, પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા બાઈક સ્ટન્ટના હેરતઅંગેજ નિદર્શને લોકોની વાહ-વાહી મેળવી હતી. તેમજ બાઈક સવારો દ્વારા સળગતી રિંગમાંથી પસાર થવાના કરતા દર્શાવીને પોતાની અનોખી એકાગ્રતા અને કુશળતાનું નિદર્શન કર્યું હતું.

સમગ્રતયા, પોલીસ તંત્ર દ્વારા આયોજિત બાઈક સવારીના સ્ટન્ટેડ ઉપસ્થિત લોકોમાં જોમ જોશો અને રાષ્ટ્રભક્તિનો જુવાળ ભરવાનું કામ કર્યું હતું. બાઈક સવારી માટેની કુશળતા સાથે એકાગ્રતા અને અનુશાસનના ગુણોના નિદર્શને જુનાગઢ વાસીઓમાં અમીટ છાપ છોડી હતી.
*****************
પ્રજાહિત કાજે હંમેશા ભ્રષ્ટાચાર, અન્યાય અને શોષણ સામે લડીને સાચા, સચોટ અને સ્પષ્ટ સમાચાર પહોંચાડનાર એક માત્ર મીડિયા…

જૂનાગઢનું મીડિયા…
સોરઠના લોકોનું મીડિયા…
આપણા સૌનું, પોતાનું મીડિયા…
એટલે…

દૂરબીન મીડિયા

ટૂંક સમયમાં આવી રહ્યું છે…

અને સાથે મળી રહ્યો છે પત્રકાર બનવાનો મોકો !

જી, હા, જૂનાગઢ મહાનગર ના તમામ વોર્ડ તેમજ તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં રીપોર્ટર નિમવાના છે,

તો, રસ ધરાવતા ઉત્સાહી ભાઈઓ/બહેનો એ વ્હોટ્સએપ નં. +91 73598 45001 ઉપર પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથે તાત્કાલિક અરજી મોકલશો

Contact: +91 73598 45001
Email: [email protected]

Follow Now…
Web: https://www.doorbeenmedia.com/
Facebook: https://www.facebook.com/doorbeenm
Youtube: https://www.youtube.com/@doorbeenm
Instagram: https://www.instagram.com/doorbeen_media
X: https://twitter.com/ONews24x7
Threads: https://www.threads.net/@doorbeen_media
WhatsApp: https://whatsapp.com/channel/0029VaAIrtfDjiOhUPVoEb3b

*આ લિંક્સને બીજા લોકો સુધી પહોંચાડવા માટે વધુમાં વધુ શેર કરો… લાઈક કરો અને કૉમેન્ટ કરો…*

#26january2024 #26januaryJunagadh #doorbeenmedia #doorbeennews #Doorbeen #junagadh #girnar #junagadhnews #bhavnath #GujatatPolice #police #JunagadhPolice #indrabharti #junagadhnews #Junagadhcity #indrabhartibapu #rammandir #rammandirayodhya #RamMandirPranPratishtha #shriramtemple #hitrakshaksamiti #jmc #jumc

RELATED ARTICLES
- Advertisment -
Advertise here

Most Popular

Recent Comments