હરિયાણે આવે કોન્યા આવે કાબુ તાવળે…. યે મારકે એને ચાર ગીણે એક બાવળે
સ્પર્ધકોએ હરીયાણી ગીત ગાઈને સ્પર્ધામાં ભાગ લેવાનો આનંદ ઉત્સાહ વ્યક્ત કર્યો
દૂરબીન મીડિયા જૂનાગઢ તા.04/02/2024
હરિયાણાથી આવેલા સ્પર્ધકોએ પોતાના હરીયાણી ગીત ગાઈને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો અનોખી રીતે આનંદ-ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વિકાસકાંત નામના સ્પર્ધકે હરિયાણે આવે કોન્યા આવે કાબુ તાવળે… યે મારકે એને ચાર ગીણે એક બાવળે… ગીતના શબ્દો આગવી હરિયાણી ગાયને આનંદ વ્યક્ત કર્યો હતો, તેને અર્થ ગણાવતા કહે છે, દુશ્મનને પરાજિત કરવા એક ૧૦ને પરાજિત કરવાની હિંમત ધરાવે છે અને ચારને મારે ત્યારે એકની ગણના કરે છે.