મધ્યપ્રદેશથી આવેલ સ્પર્ધક કહે છે…. આવનાર વર્ષે ફરી આવીશું અને મેડલ લઈને જઈશું
દૂરબીન મીડિયા જૂનાગઢ તા.04/02/2024
મધ્યપ્રદેશના ઇન્દોરથી ૧૦ સ્પર્ધકોનું એક જૂથ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યું હતું. તેમણે ખૂબ ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે ગિરનાર સર કરવા દોડ લગાવી હતી.
મધ્યપ્રદેશના ઈન્દોરથી આવેલ સ્પર્ધક ભૂમિકા દરબાર જણાવે છે કે, ગિરનાર સ્પર્ધાના ચાર દિવસ પૂર્વે જુનાગઢ આવી ચૂક્યા હતા, અહીં ખૂબ યાદગાર અનુભવ રહ્યા છે મેડિકલ, ભોજન, રહેવા સહિતની સુવિધાઓ ખૂબ સારી છે, હવે આવનાર વર્ષે થનાર ગિરનાર સ્પર્ધામાં ફરી આવીશું અને મેડલ- રેન્ક લઈને જઈશું તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશથી જ આવેલા પીટી ટીચર શુભમ ચૌહાણ જણાવે છે કે, ગિરનાર આરોહણ સ્પર્ધા સમગ્ર ભારતમાં એક અલગ સ્પર્ધા છે, જેમાં હિલ ઉપર ચડીને નીચે આવવાનું રહે છે, જેથી પ્રેક્ટિસની પણ જરૂરિયાત રહે છે. તેમણે તંત્ર દ્વારા થયેલ સુવિધાઓ અને કેર ટેકિંગને વખાણી હતી. શ્રી શુભમ ચૌહાણે ચાર વર્ષ પૂર્વે એક સ્પર્ધક તરીકે પણ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.