જૂનાગઢની સરસ્વતી સ્કૂલમાં “વેલેન્ટાઇન ડે” ની અનોખી ઉજવણી | માતૃવંદના કરીને વિદ્યાર્થીઓએ ઉજવ્યો “વેલેન્ટાઈન ડે”

દૂરબીન મીડિયા તા. 14 ફેબ્રુઆરી 2024
આજે ૧૪ ફેબ્રુઆરી એટલેકે વેલેન્ટાઇન ડે, પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર આ જણા દિવસને વેલેન્ટાઈન દે તરીકે વિશભરમાં ઉજવની થાય છે ત્યારે જૂનાગઢમાં માંગનાથ રોડ પર ચાલતી સરસ્વતી સ્કૂલના સંચાલકો દ્વારા ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી.
એક તરફ પશ્ચિમી સંસ્કૃતિની અસર હેઠળ વિદ્યાર્થીઓ તથા યુવાનો સમાજને ન શોભે તેવી પ્રવૃત્તિ કરે છે ત્યારે, શિક્ષણ સાથે સંસ્કાર આપતી સરસ્વતી સ્કૂલમાં આજે “માતૃવંદના કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ જણાવતા સરસ્વતી સ્કૂલના સંચાલક શ્રી પ્રદિભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે ખોટી દેખાદેખીમાં તથા ટીવીમાં દર્શાવાતી અવાસ્તવિક બાબતોને આંધળુકીયા અનુસરણ કરવાની વૃતિ આપણા સમાજમાં બળવતર બની રહી છે ત્યારે “માતૃવંદના કાર્યક્રમ” અંતર્ગત વિદ્યાર્થીઓની માતાને સરસ્વતી સ્કૂલમાં નિમંત્રણ આપી તેમનું પૂજન કરવાનો કાર્યક્રમ કરીને વિદ્યાર્થીઓમાં સંસ્કાર ઘડતરનો અમારો પ્રયત્ન રહ્યો છે, તેને વાલીઓમાંથી ખૂબજ આવકાર મળેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ માટે જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, ડૉ. રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણી એ જહેમત ઉઠાવી હતી.