હૈદરાબાદ ખાતે યોજાયેલ ઓલ ઈન્ડીયા માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયનશીપ માં જૂનાગઢનાં સિનિયર સિટીઝન ખેલાડીઓએ ગુજરાતને અપાવ્યા ૧૯ મેડલ્સ
રાષ્ટ્ર કક્ષાની ચેમ્પયનશીપ માં ૬ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ જીતી ને જૂનાગઢ અને ગુજરાતને અપાવ્યું વિશેષ ગૌરવ
૮૪ વર્ષના રમત વીરાંગના ભાનુબેન પટેલે બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવીને જૂનાગઢની આન, બાન અને શાન વધારી
દૂરબીન મીડિયા તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪
જૂનાગઢના લોકો માટે ગૌરવ લેવા સમાચાર છે, કે તાજેતરમાંજ હૈદરાબાદ ખાતે યોજાયેલ ઓલ ઈન્ડીયા માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયનશીપ માં જૂનાગઢનાં ખેલાડીઓએ જૂનાગઢને જ નહિ બલ્કે ગુજરાતને ૧૯ જેટલા મેડલ અપાવીને મોટી સિદ્ધિ મેળવી છે, રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પયનશીપ માં જૂનાગઢના સિનિયર સીટીઝન ખેલાડીઓએ ૬ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ જીતી ને જૂનાગઢ વિશેષ ગૌરવ અપાવ્યું છે.
ગત તા.૭ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન નાં રોજ હૈદરાબાદ (તેલંગાણા) મુકામે ઓલ ઇન્ડીયા માસ્ટર્સ એથ્લેટીકસ ચેમ્પીયનશીપ માં ભાગ લેવા માટે ખેલાડીઓ નેશનલ રમવા ગયા હતો. હૈદરાબાદ (તેલંગાણા) ઓલ ઈન્ડીયા કક્ષાએ સિધ્ધી મેળવેલ છે તેવા ખેલાડીઓએ

એક તરફ સમગ્ર દેશમાંથી આવેલા સિનિયર સીટીઝન હતા ત્યારે જૂનાગઢના ખેલાડીઓએ હૈદરાબાદમાં જૂનાગઢનું જ નહિ બલ્કે ગુજરાતનું નામ રોશન કર્યું છે, તમામ વિજેતા ખેલાડીઓને શુભકામના ગુજરાતનાં અને જૂનાગઢ જીલ્લાનાં જનરલ સેક્રેટરી હારૂનભાઈ વિહળ એ આ તકે ગુજરાતની સમગ્ર ટીમને ધારાસભ્યશ્રી સંજય કોરડીયા ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળનાં પ્રમુખ, જે.પી.કોટડીયા, ઉપપ્રમુખ,કે.એસ.સવાણી જો.સેક્રેટરીદિનેશભા રાઠોડ અને ડો.આર.કે.કુરેશી, સફી દલાલ, પ્રફુલ રાઠોડ, માસ્ટર ખેલકૂદ મંડળ ઓફ જૂનાગઢનાં પ્રમુખ,ઈકબાલભાઈ મારફતિયા સહીત સમગ્ર સોરઠ પંથકમાંથી જૂનાગઢના સિનિયર સીટીઝન ખેલાડીઓ ઉપર અભિનંદનની વર્ષ થઇ રહી છે અને ઠેર ઠેર સન્માન થઇ રહ્યા છે,