જૂનાગઢ: બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ ખાતે સ્ટુડન્ટ’ સ્ટાર્ટઅપ, એન્ડ, ઇનોવેશન પોલિસીનો “વર્કશોપ” યોજાયો
દૂરબીન મીડિયા તા. 26 ફેબ્રુઆરી 2024
જૂનાગઢની બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજ ખાતે આચાર્ય શ્રી પી.વી.બારસીયા સાહેબની પ્રેરણાથી સ્ટુડન્ટ’ સ્ટાર્ટઅપ, એન્ડ, ઇનોવેશન પોલિસી અંતર્ગત “How to Create New Idea” વિષય પર “વર્કશોપનું કોલેજના મધ્યસ્થ ખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી થી પધારેલા SSIP Coordinator ડો.મૃણાલ અંબાસણા સાહેબશ્રી એ વક્તા તરીકે SSIP પોગ્રામ અંગે માહિતી આપી હતી. તેઓએ વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરતા જણાયેલ કે, યુનિક-આઇડિયા કેવી રીતે ડેવલપ કરી શકાય અને આ આઇડિયાથી ઉદ્યોગ મોડેલ કઈ રીતે,વિકસાવી શકાય.
વધુમાં તેઓએ જણાવેલ કે, SSIP અંતર્ગત કોણ એપ્લાઇ કરી શકે અને કોણ તેમના માટે ગ્રાન્ટ ઉપલબ્ધ કરી છે. તેઓએ વિદ્યાર્થીઓને માડિતી આપતા જણાવ્યુ કે, રૂ.2,50,000/- થી લઈને 25,00,000/- સુધીની સરકારની જુદી જુદી એજન્સી નવા ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપે છે. તેઓએ પ્રોટોટાઈપ શું છે, આઇડિયા વેલિડેશન, પેટન્ટ વગેરે અંગે તલસ્પર્શી જ્ઞાન વિદ્યાર્થીઓને આપેલ છે.
સમગ્ર વર્કશોપનું આયોજન કોલેજના SSIP કોર્ડિનેટર ડૉ. દીનાબેન લોઢીયા એ કરેલ. કાર્યક્રમ નું સંચાલન SSIP સહ -કોર્ડિનેટર શ્રી ભાવનાબેન ઠુમર એ કરેલ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં SSIP ના સભ્યો ડો. રાજીવ ડાંગર સાહેબ તથા ડો. ભાવસિંહ બારડ સાહેબ એ મહેનત ઉઠાવી હતો. કોલેજના તમામ અધ્યાપકો હાજર રહી ને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ હતો.