Saturday, April 26, 2025
Advertise here
HomeNewsGujaratભવનાથ વિસ્તારમાં પીવાનુ પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ

ભવનાથ વિસ્તારમાં પીવાનુ પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ

ભવનાથ વિસ્તારમાં પીવાનુ પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ

દૂરબીન ટીમ – જૂનાગઢ તા.૧૭
ભવનાથ તળેટી વિસ્તારમાં તા.૨૨ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. જેમાં દેશભરમાંથી ભાવિકો અને સાધુ સંતો જોડાય છે. ત્યારે આ મેળા દરમિયાન જાહેર આરોગ્ય નુકસાન ન થાય તેવા હેતુસર પીવાના પાણી માટે માટે અલગ રાખેલ પાણીમાં ગંદકી ન થાય, જાહેર આરોગ્ય જળવાઈ રહે અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે ભવનાથ વિસ્તારમાં લોકોને પીવા માટેનુ પાણી દૂષિત થાય તેવા કોઈપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જૂનાગઢને અને તેમના દ્વારા નિયુક્ત થયેલ કર્મચારીઓને આ કામગીરી માટે દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે અધિકૃત કરવામાં આવે છે. તે મુજબનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Advertise here

Most Popular

Recent Comments