જૂનાગઢમાં સાહસ અને સોર્ય થી ભરપુર એવી જોખમી ૧૬મી અખિલ ભારતીય ગિરનાર-આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ
દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી
દૂરબીન મીડિયા – જૂનાગઢ તા. 04/02/2024
સાહસ અને સોર્ય થી ભરપુર એવી જોખમી એવી ૧૬મી અખિલ ભારતીય ગિરનાર-આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશભરના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લઈને ને દોડીને ગિરનાર સાર કર્યો હતો.
૧૬મી અખિલ ભારતીય ગિરનાર-આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેને જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી. હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પધારેલા સ્પર્ધકો સિનિયર-જુનિયર કેટેગરીમાં કુલ ૫૦૬ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના (ગ્રામ્ય) પ્રમુખ ડૉ. હમીરસિંહ વાળા, સિનિયર સિટીઝન અને એથ્લિટ રેવતુભા જાડેજા તથા હીરાલક્ષ્મીબેન વાસાણી સહિતના અધિકારી પદાધિકારી પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા.