હરિયાણાથી આવેલા સ્પર્ધકો કહે છે… જૈસે યહાં કા ખાના મીઠા હૈ, વૈસે યહાં કે લોગ ભી મીઠે હૈ
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધમાં ભાગ લેવાના અનુભવને યાદગાર ગણાવતા હરિયાણાના સ્પર્ધકો
દૂરબીન મીડિયા જૂનાગઢ તા.04/02/2024
છેલ્લા ૧૦ વર્ષથી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે હરિયાણાના હિસારથી જૂનાગઢ આવતા સ્પર્ધક અને કોચ શ્રી સુરેન્દર ખવાડ જણાવે છે કે, એક સપ્તાહ પહેલા ૨૫ સ્પર્ધકોની ટીમ સાથે જૂનાગઢ આવી ગયા છીએ, હરિયાણામાં વધારે ઠંડી હોય છે, જેથી અહીંના વાતાવરણમાં શરીર એડજસ્ટ કરી શકે તે માટે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પૂર્વ તૈયારીઓ જરૂરી છે.
અહીંયા ગિરનાર સ્પર્ધા શરૂ થયાના પૂર્વે આવી જતા હોવાથી અહીંના કલ્ચર અને ખાનપાનને જાણવાની પણ તક મળે છે તેમ જણાવતા સુરેન્દ્રર ખવાડ કહે છે કે યહાં કા ખાના જેસે મીઠા હૈ, વૈસે લોગ ભી મીઠે હૈ. જૂનાગઢમાં ઠોકલા, ફાફડા જલેબી સહિતના વ્યંજનો ટેસ્ટ કર્યા છે જે ખૂબ પસંદ પડ્યા. તેમણે તંત્ર દ્વારા થયેલ વ્યવસ્થા અને સુવિધાઓ પણ પ્રશંસા કરી હતી.
હરિયાણામાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થયું છે, સાથે જ યુવાઓ આર્મીમાં જોડાઈને દેશ સેવા ની પણ એટલી તત્પરતા હોય છે. હરિયાણાથી પ્રથમવાર આવેલ યશિકા યાદવે પણ ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ના અનુભવને યાદગાર ગણાવ્યો હતો અને વારંવાર અહીંયા આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.