ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકોને મેડિકલ ટીમ દ્વારા જરૂરી સારવાર અપાઈ
દૂરબીન મીડિયા જૂનાગઢ તા.04/02/2024
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. ત્યારે સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ ખડે પગે રહી હતી.
સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોને ક્રેમ્પ્સ, સોજો આવી જવો, નસ ચડી જવી સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોને સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દમાં રાહત આપતા બેન્ડીટ (ગરમ પાટા) બાંધી આપવામાં આવ્યા હતા. આમ, સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડેપગે રહી હતી.