Saturday, April 26, 2025
Advertise here
HomeNewsGujaratગિરનાર સ્પર્ધામાં હરીયાણાના રાહુલભાઈ પ્રથમ (૫૮.૨૬ મિનિટ) અને ગુજરાતની જશુ ગરેજા પ્રથમ...

ગિરનાર સ્પર્ધામાં હરીયાણાના રાહુલભાઈ પ્રથમ (૫૮.૨૬ મિનિટ) અને ગુજરાતની જશુ ગરેજા પ્રથમ (૩૬.૨૫ ‌ મિનિટ)

૧૬ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-૨૦૨૪

૩૩.૫૯ મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ પ્રથમ

૫૮.૨૬ મિનિટના સમય સાથે સિનિયર ભાઈઓમાં હરિયાણાના રાહુલભાઈ પ્રથમ

૩૬.૨૫ ‌ મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં ગુજરાતની જશુ ગરેજા પ્રથમ

૧ કલાક ર મીનીટ ૩૦ સેકન્ડ ના સમય સાથે જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસભાઈ પ્રથમ

ગિરનારને સર કરવા ૪૯૪ સ્પર્ધકોએ દોટ મૂકી હતી

દૂરબીન મીડિયા જૂનાગઢ તા.04/02/2024
જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનાર ને સર કરવા આજે ૪૯૪ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. ૧૬ મી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં ૫૩૨ સ્પર્ધકો નોંધાયા હતા.

સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ૩૩.૫૯ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના રાહુલભાઈએ ૫૮.૨૬ મિનિટના, જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ૩૬.૨૫ મિનિટના સમય સાથે ગુજરાતની જશુ ગરેજા, જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ૧ કલાક ર મીનીટ ૩૦ સેકન્ડ ના સમય સાથે હરિયાણા ના વિકાસભાઈ એ પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.

જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે હરિયાણાના અનીતા રાજપુત ૩૬.૩૬ મીનીટ સાથે,ત્રીજા ક્રમે ગુજરાતના જાડા રીંકલ વિનોદભાઈ ૩૭.૪૩ મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના લાલા પરમાર ૫૮.૫૯ મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના વાધેલા શૈલેષ મનસુખભાઈ એ ૧.૦૦.૦૬ મીનીટના સમય સાથે, , જુનીયર બહેનોમાં બીજા ક્રમે ઉત્તરપ્રદેશના રંજના યાદવ ૩૭.૦૭ મીનીટ સાથે , ત્રીજા ક્રમે ઉત્તરપ્રદેશના બંદના યાદવ ૩૯.૩૩, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના ભાલીયા સંજય અરજનભાઈ ૧ કલાક ૩ મીનીટ અને ૭ સેકંડ સાથે, ત્રીજા ક્રમે હરિયાણાના રૂષીકેશ એ ૧ કલાક ૩ મીનીટ અને ૨૪ સેકંડ સાથે ગિરનાર સર કર્યો હતો.

યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના (ગ્રામ્ય) પ્રમુખ ડૉ. હમીરસિંહ વાળા, સિનિયર સિટીઝન અને એથ્લિટ રેવતુભા જાડેજા તથા હીરાલક્ષ્મીબેન વાસાણી સહિતના અધિકારી પદાધિકારી પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.

તળપદા કોળી સમાજ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી ગીતાબેન પરમારે ૧૬ મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલ અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી અને ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બીરદાવ્યો હતો.

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે સ્પર્ધકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, રમતમાં હાર જીત ગૈાણ છે. રમતમાં ભાગ લેનાર દરેક વિજેતા હોય છે. આપણા વડાપ્રધાન શ્રી પણ યુવાનો રમત ક્ષેત્રે નાનપણ થી જ આગળ વધે એ માટે ખૂબ ભાર મૂકી રહ્યા છે.

ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના પ્રયાસોના કારણે ગિરનાર આરોહણ અવરોહણ ની અધરી ગણાતી સ્પર્ધામાં ઇનામી રાશિમાં માતબર વધારો કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માને છે કે, ભારત દેશમાં ભાષા, પ્રાંત, ધર્મ, જાતિ વગેરે અલગ અલગ હોવા છતા અહીં વિવિધતામાં એકતા છે. યુવાનોમાં અને બાળકોમાં રાષ્ટ્રની ભાવના- એકતાની ભાવના નાનપણથી જાગૃત થાય,પ્રેરિત થાય એ માટે રમતમા ભાગ લેવું ખૂબ જ મહત્વ ધરાવે છે.તેમણે ગિરનાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન શ્રી ના પ્રયાસોથી ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મ થકી હવે રમતગમત ક્ષેત્રે ભારત અગ્રેસર બની રહ્યું છે.

તળપદા કોળી સમાજ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, કોર્પોરેટર શ્રી એભાભાઇ કરમટા, શ્રી યોગીભાઈ પઢીયાર, નાયબ કમીશનર શ્રી ઝાંપડા, શ્રી હીરેનભાઈ ડાભી, શ્રી શીવરાજ હીરપરા સહિતના પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાના સક્રિય પ્રયાસો થી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઇનામી રાશિમાં સરકારશ્રી દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ તકે સાગરભાઇ કટારીયા અને વ્યાયામ મંડળ દ્વારા ધારાસભ્ય શ્રીનું સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એન.ડી. વાળાએ કર્યું હતું. આભાર વિધિ પ્રાંત યુવા અધિકારી શ્રી ઉપેન્દ્ર રાઠોડે કરી હતી. હારુન વિહળે સ્પર્ધાનું સુંદર સંચાલન કર્યું હતું.

સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Advertise here

Most Popular

Recent Comments