સિનિયર ટીવી જર્નાલિસ્ટ અને વાઇલ્ડ લાઇફ સિનેમેટોગ્રાફર હનીફ ખોખર નો આજે જન્મદિવસ
પર્યાવરણ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સામાજિક ક્ષેત્રે નિઃસ્વાર્થ સેવા કરનાર ઉપર અભિનંદનની વર્ષા
જૂનાગઢ તા.09/01/2024
ટેલિવિઝન મીડિયાનું નામ આવે એટલે હનીફ ખોખર ની નોંધ લીધા વિના ચાલે જ નહિ. ગુજરાતના નામાંકિત પત્રકારોમાં મોટી નામના મેળવનાર ટેલિવિઝન જર્નાલિસ્ટ અને વાઇલ્ડલાઇફ ફિલ્મકાર જૂનાગઢના હનીફ ખોખર નો આજે જન્મ દિવસ છે, હનીફ ખોખર એક એવા જમીન ઉપરના પત્રકાર છે જેમણે પત્રકારિતા ની સાથે પર્યાવરણ જતાં અને વન્ય પ્રાણીઓ ના સંરક્ષણ ઉપર અદભુત અને નોંધનીય સેવાઓ પ્રદાન કરી રહ્યા છે, એટલું જ નહિ સામાજિક ક્ષેત્રે પણ ઉમદા સેવાકીય પત્રકારીતા નું દાયિત્વ નિભાવી રહ્યા છે,
9 જાન્યુઆરી 1968 ના રોજ અમરેલી જિલ્લાના બગસરા ગમે હનીફ ખોખર નો જન્મ થયો હતો, તેઓ ને પહેલે થી જ પત્રકાર બનવાનો શોખ હતો, એટલે તેઓ બાળપણથી સમાચાર ની દુનિયા ને જાણવાનો પ્રયત્ન કરતા હતા અને સમાચાર જગત સાથે એક શ્રોતા જોડાયેલા રહેતા હતા તે વખતે રેડીઓનો જમાનો હતો એટલે ભારત અને વિશ્વના દેશોના રેડિયો સર્વિસ સાંભળવાનો શોખ હતો. અને તેઓ નું સપનું 2000માં સાકાર થયું હતું. ભારત દેશની સૌથી પહેલી ખાનગી ટેલિવિઝન સમાચાર સંસ્થા ઝી ન્યૂઝ જોડાવાનો મોકો મળ્યો અને તે ઓ ટેલિવિઝન જર્નાલિસ્ટ બની ગયા હતા. હનીફ ખોખર મૂળ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને જાદુગર કે લાલની ભૂમિ બગસરા ગામના વાતની છે, પછી તેઓ અમરેલીમાં અને ત્યાર પછી જૂનાગઢમાં સ્થાઈ થયા છે.
હનીફ ખોખરે સૌપ્રથમ પ્રસિધ્ધ અખબારો સાથે જોડાઈને પોતાની કામગીરી કરી હતી, જેમાં 1990 અકિલા, ફૂલછાબ જેવા અખબારોમાં પ્રેસ ફોટોગ્રાફર તરીકે ની કારકિર્દી શરૂ કર્યા પછી વર્ષ 2000 થી ઝી ન્યૂઝ સાથે ટેલિવિઝન ન્યૂઝ ચેનલ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી, હંમેશા વાદ વિવાદ થી દૂર રહીને હકારાત્મક પત્રકારિતા કરનાર હનીફ ખોખરે ઝી નેટવર્ક ઉપરાંત ભારત ની અગ્રણી ન્યૂઝ એજન્સી ANI (એશિયન ન્યુઝ ઇન્ટરનેશનલ) PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા), ઇન્ડિયા ટીવી, આજતક, એનડીટીવી, CNN-IBN સહિતની અગ્રણી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચુક્યા છે, તેઓ ઘણા સમય થી BBC અને દૂરદર્શન સાથે કામ કરી રહ્યા છે.
હનીફ ખોખર ના પિતા રહીમભાઈ ખોખર બગસરામાં રોયલ ફેમિલી માટે ફોટોગ્રાફી કરતા હતાં.અને બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટુડિયો ચલાવતા હતા તે વખતે ઇલેક્ટ્રિક ના હોવાથી સૂર્ય પ્રકાશ થી ફોટોગ્રાફી કરતા હતા. હનીફ ખોખર ના તેમના લોહીમાં ફોટોગ્રાફી છે. કોઈ ઘટનાને વિઝ્યુઅલાઈઝ કરવાની આવડત તેમનામાં સહજ છે. હનિફ ખોખર પાસે આજે ગીરના એશિયાઈ સિંહ ના અને જંગલના વીડિયોનું જેટલું કલેક્શન છે, તેટલું વિશ્વમાં માં કોઈની પાસે નથી. તેમ નું આંતરરાષ્ટ્રીય કક્ષાનું કામ જોઈને બીજા શહેરમાં સારી નોકરી માટે ઓફરો આવી છે, પણ તે ગીરના સિંહ અને જંગલોને છોડવા નથી માંગતા, તે જંગલ અને જંગલના રાજાને ચાહે છે.
હનીફ ખોખરના મોટાબાપુ ઉમર ખોખર બર્માના રંગુનમાં રહેતા હતા તે વખતે રંગુનમાં ફોટોગ્રાફી શિખી ને વતન બગસરા માં આવ્યા ત્યારે પિતા રહીમભાઈ ખોખરે તેમની પાસેથી ફોટોગ્રાફી શીખો ને 1945માં બગસરા માં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સ્ટુડિયો ની શરૂઆત કરી હતી, ત્યારે ઇલેક્ટ્રિક ની સુવિધા નહિ હોવા થી સાન લાઈટ ફોટોગ્રાફી એટલે કે સૂર્ય પ્રકાશ થી ફોટોગ્રાફી કરતા હતા, હનીફ ખોખર ને બાળપણ થી જ ફોટોગ્રાફીનો શોખ હોવાથી પિતા સાથે ફોટોગ્રાફી ની તાલીમ મળી, પિતા રહીમભાઈ ખોખર સૌરાષ્ટ્રના અનેક રાજવીઓના ફેમિલી ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા.
હનીફ ખોખર ને બચપણથી જ પત્રકાર બનવાનો શોખ હતો એટલે તે દુનિયાભરના રેડિયો સ્ટેશન ઉપર સમાચાર સાંભળતા હતા, તે વખતે બીબીસી રેડિયો ની હિંદી સર્વિસ જર્મની નો ડોયશ વેલે રેડિયો, વોઇસ ઓફ અમેરિકા ના રેડીઓ સમાચાર સાંભળતા હતા અને ત્યારથી જ મનમાં ધારેલું હતું કે એક દિવસ રેડીઓ કે ટેલિવિઝનમાં પત્રકાર બનવું છે, અને તે સપનું પૂરું થયું.
1988 થી અકિલા અને ફૂલછાબ જેવા સૌરાષ્ટ્રના અગ્રીમ અખબારોમાં પ્રેસ ફોટોગ્રાફર કામ કર્યું, અકિલા પરિવારના કિરીટ કાકા ગણાત્રા અને અજીતભાઈ ગણાત્રા એ અને તેજ વખતે ફૂલછાબમાં મારા પિતાના મિત્ર વજુભાઇ ગોરસીયા પહેલીવાર પ્રેસ ફોટોગ્રાફર નું કાર્ડ આપ્યું હતું, ત્યાર પછી 1999માં રાજકોટ ના જયહિન્દ પરિવારના રાજુભાઈ શાહ અને ટેલિવિઝન જર્નાલિસ્ટ સુરેશભાઈ પારેખ ની મદદ થી ઝી નેટવર્કની આલ્ફા ટીવી ગુજરાતી ટીવી ચેનલ જોડાઈ ગયા હતા અને 2000 ની સાલ થી ટીવી જર્નાલિસ્ટ બની ગયા.
હનીફ ખોખર ને વન્ય પ્રાણી અને જંગલ ની ફોટોગ્રાફી કરવાનો શોખ છે અને ખાસ કરીને એશિયાઈ સિંહો ના સંરક્ષણ માટે વન વિભાગની ઘણી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. આશરે 25 જેટલા દેશની અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરી રહ્યા છે, ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક ટીવી ચેનલ સાથે પણ સંકળાયેલા છે, થોડા સમય પહેલા નેટફિક્સ નેટવર્ક હનીફ ખોખર નિર્મિત બે એપિસોડ રિલીઝ થયા છે, નેટફિક્સ “72 ડેન્ઝરસ એનિમલ એશિયા” નામની એક સિરિઝ ચાલી રહી છે, જેમાં એક એશિયાઈ સિંહ અને બીજી ઘોરખોદીયા ઉપર શોર્ટ ફિલ્મ તૈયાર કરી છે. હનીફ ખોખરે છેલ્લા 25 વર્ષ થી જંગલ, સિંહ અને વન્ય પ્રાણીઓ ની દુનિયામાં બનેલી ઘટનાઓનો જેટલું પણ રેકોર્ડિંગ કર્યું છે તે ઉપરાંત અન્ય વિષયોની ફિલ્મ મળીને અંદાજે 5000 થી વધુ ઘટનાઓની વિશાલ વિડિઓ લાઈબ્રેરી ધરાવે છે, જેમાં અમુક દુર્લભ પ્રાણીઓની પણ કેટલીક ફિલ્મો છે.
ઇતિહાસમાં નોંધાયેલા જૂનાગઢના નવાબ કુટુંબ સાથે પારિવારિક રીતે જોડાયેલ કુતિયાણાના ખોખર રજવાડા સાથે જોડાયેલા ખોખર પરિવાર દ્વારા દેશનું ગૌરવ એવા એશિયાઈ સિંહ અને ગીરના જંગલની રખેવાળી કરવામાં કુતિયાણા ના ખોખર પરિવારના મોભી બુઢૂ ખોખર અને ફરીદ ખોખર દ્વારા ગીર અને સિંહ નું સંવર્ધન કરવા નું ઇતિહાસમાં નોંધાયેલું છે, નવાબ મહાબતખાનજી ના સમયમાં ખોખર બંધુઓ સિંહ અને ગીરના જંગલની જવાબદારી ઓ સાંભળતા હતા. અને તે વખતે જ બુઢૂ ખોખર અને ફરીદ ખોખરે સિંહના શિકાર ને બંધ કરાવવા માટે નવાબ મહાબતખાનજી ને જણાવાયું હતું કે માત્ર 11 સિંહો જ બચ્યા છે અને નવાબે ખોખર બંધુઓની સલાહ માનીને સિંહના શિખર ઉપર પ્રતિબંધ મુક્યો હતો.
સિંહ અને જંગલ પ્રત્યે નો પ્રેમ અને લાગણી હનીફ ખોખર ને વરસ માં મળેલી હોય તેમ પહેલે થી જ ગીરના જંગલો, વન્યસૃષ્ટિ, સિંહ અને સિંહ ની રખેવાળી અને જંગલમાં કામ કરતા નાના અને પાયાના કર્મચારીઓ, ટ્રેકરો, અને બીટ ગાર્ડ ના જીવન અને તેના અનુભવો ઉપર બુક લખી રહ્યા છે કારણ કે ટ્રેકરો, અને બીટ ગાર્ડ પાસે સિંહોનો એટલો બધો અનુભવ પડેલો છે કે તેમની બધી વાત લખી રહ્યા છે, ગીરમાં પહેલા પણ ઘણા સારા સિંહના ટ્રેકરો થઈ ગયા છે. ગીર માં ટ્રેકર, ગાર્ડ કે ફોરેસ્ટ પાસે બેસીને વાતો કરી રહ્યા છે અને જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ખોખર ને તેમના જીવન વિશે પુસ્તક લખી રહ્યા છે.
પર્યાવરણનું જતન અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ ક્ષેત્રે મીડિયાના માધ્યમથી કામ કરી રહેલા હનીફ ખોખર કહે છે, કે એક સમયે ગીરના સિંહો 1412 ચોરસ કિલોમીટરમાં માં ફેલાયેલા જંગલમાં વસવાટ કરતા હતા જે આજે 30,000 ચો કિ.મી. વિસ્તારમાં ફેલાઈ ગયા છે, સરકાર અને વન વિભાગની કામગીરી અને સ્થાનિક લોકો ના સહકાર થી સિંહોની વસ્તી વધી રહી છે. એટલે સિંહ હવે નવા વિસ્તારમાં જઈને વસવાટ કરી રહ્યા છે, ત્યારે મીડિયાના માધ્યમથી નવા વિસ્તારના લોકોને સિંહ વિશે સમજાવવાની કોશિશ કરી રહ્યા છે, લોકોને એ સંદેશો આપવાનો પ્રયાસ કરવાનો છે કે સિંહ ખેડૂતો અને લોકો નો મિત્ર છે, સિંહોના અસ્તિત્વ થી ખેતીને અને ટુરિઝમ ઉદ્યોગ થી લોકોને આર્થિક ફાયદો થઇ રહ્યો છે અને રોજગારી મળી રહી છે.
હનીફ ખોખર સામાજિક ક્ષેત્રે પણ વિશિષ્ટ યોગદાન આપી રહ્યા છે, ગુજરાત તેમજ વિશ્વભરમાં વસતા પ્રખર રાષ્ટ્રવાદી સિપાહી સમાજ ની સો વર્ષ જૂની સંસ્થા અખિલ ગુજરાત સિપાહી સમાજ ના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી ને આર્થિક સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ માટે નોંધનીય સમાજ સેવા ઓ કરી રહ્યા છે. અને સમગ્ર ગુજરાતના સિપાહી અગ્રણીઓ, દાતાઓ ના સહયોગ થી સિપાહી સમાજના તેજસ્વી તારલાઓ, દેશ માટે સેવા કરનાર કે શહીદી વહોરનારા આર્મી જવાનો, વિવિધ ક્ષેત્રે એવોર્ડ મેળવનાર, સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર, કાલા ક્ષેત્રે ગૌરવ અપાવનાર અને પત્રકારિતા ક્ષેત્રે સેવાઓ કરનાર વડીલો, મહિલા ઓ અને યુવાનોને પ્રતિષ્ઠિત સિપાહી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવાના રાજ્ય સ્તરના પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છે.