જૂનાગઢની “હેલ્થ પ્લસ હોસ્પિટલ” ની બેદરકારી!? સિઝેરિયન બાદ 5 થી વધુ પ્રસૂતાની કિડની ફેઇલ!? ૨ ના મોત
આરોગ્ય વિભાગની લાપરવાહી!?
સારવાર બાદ ગણતરીના કલાકોમાંજ પ્રસૂતાઓનું સીરમ ક્રિએટીનાઇન ઉંચુ ગયું, લીવર પર સોજો પણ આવ્યો
પ્રસુતાને જે બાટલા ચઢાવ્યા એમાં ટોક્સિન આવી ગયું, અમે તંત્રને જાણ કરી હતી: હોસ્પિટલનો ખુલાસો
ઘટનાની જાણ થઇ હોવા છતાં, જિલ્લા આરોગ્ય વિભાગ અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી.
દૂરબીન ન્યુઝ – જૂનાગઢ, તા.30/01/2024
જૂનાગઢના બસ સ્ટેશન નજક ચાલતી ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ નામની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પ્રસુતિ માટે દાખલ થયેલી 5 થી વધુ પ્રસૂતાઓનું સિઝેરિયન કર્યા બાદ ગણતરીના કલાકોમાં તેઓની કિડની ફેલ થઇ જવાની ઘટના બની છે. આ દર્દીઓમાંથી ત્રણના પરિજનો ન્યાય મેળવવા માટે ભટકી રહ્યા છે.
પરંતુ આજ સુધી તેની ફરિયાદ કોઇ ના સાંભળતાં તેણે દૂરબીન મીડિયા સમક્ષ વિતક વર્ણવી હતી. આ મહિલાઓના સગાવ્હાલાઓએ જણાવ્યું હતું કે, અમે પીએમજેવાય યોજનાનો લાભ મળે તે માટે હેલ્થપ્લસ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયા હતા. તમામ નજીકના દિવસોમાં દાખલ થયા હતા અને ફરિયાદ પણ એક સરખી છે. તેઓ ના રિપોર્ટ જોતા સીરમ ક્રિએટીનાઇન સતત વધવા લાગ્યું. ત્યારબાદ એક પછી એકને કે. જે. મલ્ટીસ્પેશિયાલિટિ હોસ્પિટલમાં ખસેડી ડાયાલીસીસ શરુ કરવું પડ્યું છે, જે આજ સુધી ચાલુ છે. આ તમામ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ હોસ્પિટલના વેઇટિંગમાં છે. આ પૈકી એક મહિલાનું તો સારવાર દરમ્યાન મોત પણ થઇ ચૂક્યું છે.
દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વેદના ઠાલવવા આવેલા મોનિકાબેનના પતિ નરેન્દ્રભાઈ વાણિયા, તૃપ્તિબેનના પતિ અલ્પેશભાઈ કાચાએ તમામ ફાઈલો સાથેના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. જેમાં સ્પષ્ટ એ સ્પષ્ટ થાય છેકે તેઅોને જ્યારે દાખલ કરાયા પછીના બધા જ પ્રથમ રિપોર્ટ નોર્મલ છે. પરંતુ સિઝેરિયન કર્યા પછી ગણતરીના કલાકોમાં આ બધાનું સીરમક્રિએટીનાઇન વધવા લાગ્યું, લીવર ઉપર સોજો આવ્યો અને ક્રિટિકલ સ્થિતિમાં બીજે દાખલ કરવા પડ્યા હતા. અેમાંય હિરલબેન આકાશભાઈ મિયાત્રાને તો થોડા સમય પછી દુ:ખાવો ઉપડતાં દાખલ કર્યા ત્યારેજ ખ્યાલ આવ્યો કે તેની કિડની બગડી રહી છે અને લીવર પણ મૃત:પ્રાય થવા જઈ રહ્યું છે. બાદમાં તેમનું મોત થતાં તેમની બાળકીએ માતા ગુમાવી છે.
શું કહે છે ભોગ બનનાર ના પરિવારજનો?
અમે આ મામલે હેલ્થપ્લસ હોસ્પિટલના સંચાલકોનો વારંવાર સંપર્ક કરી ન્યાયની માગણી કરી. તેમનું કહેવું છે કે, આવી 5 ઘટના બની છે જેમાં દર્દીઓની કિડની ફેલ થઇ ગઈ હોય. પરંતુ આવું થવા પાછળનું કારણ દર્દીઓને જે બાટલા ચડાવ્યા તેમાં ટોક્સિન હતું. અમે બાટલા બનાવતી કંપની અને કલેક્ટર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગને દર્દીઓની તમામ વિગત આપી છે. હવે જે પણ કાર્યવાહી કરવાની હોય તે સરકારે કરવાની છે. અમારી કોઈ જવાબદારી બનતી નથી.
આ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારી શું કહે છે?
જૂનાગઢ જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી ડો. સુતરિયા નો સંપર્ક કરતા તેઓએ આવી કોઈ ઘટના બને ત્યારે તપાસ તો અમે કરતા હોઈએ છીએ. પરંતુ અમને કોઈ ફરિયાદ મળી નથી. તા. 29 સપ્ટેમ્બર 2023ના મિયાત્રા આકાશભાઈ અરજણભાઇએ કરેલી ફરિયાદ અંગે તેમણે કહ્યું, મારી પાસે ઘણું કામ છે આ મામલે કઈ કહી શકું તેમ નથી. બેત્રણ દિવસ પછી ફોન કરશો તો વિગત મળશે.