Saturday, April 26, 2025
Advertise here
HomeNewsGujaratપાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર । મહાશિવરાત્રીના...

પાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર । મહાશિવરાત્રીના મેળાને લઈને ટ્રાફિક નિયમન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર । મહાશિવરાત્રીના મેળાને લઈને ટ્રાફિક નિયમન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દૂરબીન ટીમ – જૂનાગઢ તા.૧૭
ભવનાથ તળેટીમાં તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મેળા દરમિયાન દામોદર કુંડ પાસે દર્શનાર્થીઓની ખૂબ ભીડ રહેતી હોય, જેથી અકસ્માત નિવારણ અને ટ્રાફિક નિયમનના હેતુસર પાજનાકા પુલથી ખાખચોક સુધીના રસ્તામાં વચ્ચે કોઈપણ જગ્યાએ વાહનો ઊભા ન રહે કે આ સ્થળોએથી પેસેન્જર રીક્ષા પેસેન્જર ચડાવ કે ઉતાર ન કરે તે માટે પાજનાકા પુલથી ખાખચોક સુધીનો રસ્તો વાહનો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને નો-પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવે છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ.ચૌધરીને મળેલ સત્તાની રૂએ પ્રસિદ્ધ કરેલ જાહેરનામા મુજબ તા.૨૨-૨-૨૫ થી તા.૨૭-૨-૨૫ સુધી પાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે. આ રસ્તામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના વાહનો ઉભા રાખી શકાશે નહીં કે પેસેન્જર રીક્ષા /વાહનો પેસેન્જર ચડાવ કે ઉતાર કરી શકશે નહીં.

RELATED ARTICLES
- Advertisment -
Advertise here

Most Popular

Recent Comments