મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
સ્થાનિક કલાકારો ને સ્ટેજ મળશે તેમજ જાણીતા કલાકારો વિવિધ કૃતિઓ ભજન અને શિવ આરાધના પ્રસ્તુત કરશે
દૂરબીન મીડિયા ટીમ, તા.૨૦/૦૨/૨૦૨૫
જૂનાગઢના ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમ એક આગવી ઓળખ ધરાવે છે. અહીં આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો ને અગ્રતા અપાતા જાણીતા કલાકારોની સાથે સ્થાનિક કલાકારોની ટીમ ને પણ સ્ટેજ મળશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું સ્થળ જે અગાઉના વર્ષોમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો સ્થાયી મંચ ભવનાથ મંદિર થી આગળ ઝોનલ ઓફિસ પાસે છે તે આ વખતે રહેશે. તા. 22 થી 25 ફેબ્રુઆરી સુધી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે.
મહાશિવરાત્રી મેળો સાંસ્કૃતિક કાર્યક્રમ કલાકારોની વિગત દર્શાવતું પત્રક તા.૨૨ થી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫
૨૨-૦૨-૨૦૨૫ રાત્રિના
ટીપ્પણી રાસ
(શ્રી મીનરાજ શૈક્ષણિક સંકુલ)
ભજન કલાકાર
(શ્રી અંધજન મંડળ જુનાગઢ)
શ્રી જયદિપભાઈ ગઢવી, લોક ગાયક
શ્રી નરેશભાઈ રાવળ, લોક ગાયક
શ્રી સાગરભાઈ કાચા, લોક ગાયક
શ્રી દિવ્યેશભાઈ જેઠવા, લોક ગાયક
શ્રી મયુરભાઈ દવે, લોક ગાયક
૨૩-૦૨-૨૦૨૫, રાત્રિના
શ્રી જીતુભાઈ દાદ, લોક ગાયક
શ્રી વિપુલભાઈ ત્રિવેદી, લોક ગાયક
શ્રી રાજુભાઈ ભટ્ટ, લોક ગાયક
શ્રી દર્પિતભાઈ દવે, લોક ગાયક
(શ્રી સપ્તક સંગીત વિદ્યાલય)
શ્રી વિક્રમભાઈ લાબડીયા, લોક ગાયક
શ્રી રાજદાન ગઢવી, લોક ગાયક
શ્રી હેમંતભાઈ ચૌહાણ, લોક ગાયક
૨૪-૦૨-૨૦૨૫
જિલ્લા કોર્ટ, જુનાગઢ (કાર્યક્રમ)
અધોરી મ્યુઝિક
ગુજરાતી લોક હિપહોપ બેન્ડ
૨૫-૦૨-૨૦૨૫
ટીપ્પણી રાસ (ચોરવાડ)
(શ્રી ભવાની ટીપ્પણી રાસ મંડળ)
ઢાલ તલવાર રાસ (માળિયા હાટીના)
(શ્રી હાટી ક્ષત્રિય રાસ મંડળ)
શ્રી રાજભા ગઢવી, લોક ગાયક
*************
જૂનાગઢ અને સોરઠ પંથકનું સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ, ફોલોવર્સ, અને સૌથી વધુ વ્યુઅર્સ ધરાવતું સોશિયલ મીડિયા નેટવર્ક એટલે…
*દૂરબીન મીડિયા*
વ્હોટસએપ ચેનલ follow કરો
*Contact:* WhatsApp No: +91 9426457264
#junagadh #girnar #junagadhnews #bhavnath #GujatatPolice #JunagadhPolice #forest #gujarat #uparkot #datt #Datar #JMC #JuMC #JunaAkhada #Akhada #NagaBava #sorath #fire #JunaAkhada #Akhada #NagaBava #sorath #hindu #bhajan #bhakti #bhojan