ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, ની વિદ્યાર્થીની બહેનોએ ગીરમાં બથેશ્વર કેમ્પ સાઈડમાં પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધો.
દૂરબીન મીડિયા – જૂનાગઢ તા. 30/01/2024
ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ,જૂનાગઢની ૩૫ વિદ્યાર્થીની બહેનોએ ગીરમાં જાંબાળા બથેશ્વર કેમ્પ સાઈડમાં પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધો.આ પ્રકૃતિ શિક્ષણ શિબિર પશ્ચિમ વન વિભાગ જુનાગઢ દ્વારા આયોજિત હતી.
૨૫/૨૬ /૨૭ જાન્યુઆરી ૨૦૨૪ એમ ત્રણ દિવસ સુધી ચાલેલી આ ભરપૂર જ્ઞાન સાથે જંગલના માહોલનો સૌને પરિચય થયો કે સૌના મુખ ઉપર પ્રકૃતિના સંદર્ભમાં કશુક નવીન પામ્યાનો અહેસાસ વર્તાતો હતો. આ ત્રણ દિવસ શિબિરમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિથી પરિચિત કરાવવામાં આવેલ તેમના મનમાં પ્રકૃતિ તરફનો લગાવ જાગે અને વધુ ને વધુ પ્રકૃતિ તરફ રસ લેતા થાય તે માટે રસપ્રદ અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ માટે આર.એફ.ઓ. અમીન સાહેબ અભિનંદનના અધિકારી બન્યા છે. આ શિબિરમાં ટ્રેકિંગ કેમ્પ તથા કેમ્પ ફાયર, પશુ પંખી પ્રાણીઓની દિનચર્યાથી અવગત કરવામાં આવેલ તથા વનસ્પતિની ઓળખ વગેરે વગેરે રસપ્રદ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ શિબિરના કાર્યક્રમો એટલા રસપ્રદ રીતે યોજવામાં આવેલ કે કોઈ વિદ્યાર્થીને જંગલ છોડવું ગમતું નહોતું .
આ શિબિરમાં પ્રશિક્ષક ગઢવીએ પોતાની લાક્ષણિક શૈલીમાં સહુને જંગલથી પરિચિત કરાવેલ તથા પ્રશિક્ષક રમેશભાઈએ વન્ય જીવજંતુ પ્રાણીઓની તેના તાદ્રશ્ય અનુભવો વર્ણવતા વિદ્યાર્થીનીઓ તાજુબ બની ગયેલ ફોરેસ્ટર શ્રી સરવૈયાએ પોતાની નોકરીકાળના જંગલના અનુભવોની જંગલની અગત્યતા અને આપણે જંગલને સાચવવા શું શું કરવું જોઈએ એ વિષય ઉપર વાતો કરી હતી .આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં શ્રી રાઠોડ સાહેબ , શ્રી ઉપેક્ષા મેડમ વગેરેના જ્ઞાનનો લાભ પ્રાપ્ત થયો હતો. આ શિબિરના અંતે દરેક શિબિરાર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં આ શિબિરાથીઓ પ્રકૃતિનું જતન કરવામાં ઉપયોગી નિવડશે એવી આશા રાખવામાં આવી હતી .આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં એન.એસ.એસ.ઓફિસર શ્રી બી.એમ.પટેલ સાહેબ તથા અન્ય અધ્યાપક પ્રો. એ.એન.રાબડિયા,પ્રા. ડો.હીરાબેન રાજવાણી ‘પ્રો દિવ્યેશ ઢોલા, ક્રિષ્નાબેન વગેરે ભાગ લીધો. આ શિબિરની વ્યવસ્થા અને આયોજન કાબિલેદાદ હતા તેથી સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન પાઠવેલ તથા સંસ્થાના આચાર્ય શ્રી ડો.બલરામ ચાવડાએ સહુને બિરદાવ્યા હતા.